ફિલ્મ જગત
News of Tuesday, 1st September 2020

ફિલ્મ 'સ્ત્રી' ને બે વર્ષ થયા પુરા: કલાકારોએ યાદ કર્યા શૂટિંગના દિવસો

મુંબઈ: બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવ, અભિનેત્રી શ્રદ્ધા કપૂરની હોરર કોમેડી હિટ ફિલ્મ સ્ત્રીને રિલીઝના બે વર્ષ પૂરા થયા છે. આ પ્રસંગે અભિનેતા ફિલ્મને યાદ કરવા માટે સોશિયલ મીડિયા પર ઉતર્યા હતા. ફિલ્મની યાદમાં રાજકુમર રાવે લખ્યું, "પલટ કર અગર હમારી સ્ત્રી આપકો બુલાએ તો આપ પલટ કર કભી મત દેખના"  અભિનેત્રી શ્રદ્ધાએ લખ્યું છે, "સ્ત્રીના 2 વર્ષ." મહત્વની ભૂમિકા નિભાવનાર અભિનેતા અપશક્તિ ખુરાનાએ પોતાના સોશ્યલ મીડિયા પર કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સ સાથે થ્રોબેક તસવીર શેર કરી હતી. તેણે કેપ્શન આપ્યું, "2 વર્ષ ઘણા સારા લોકો સાથે એક મહાન અનુભવ છે.

(5:14 pm IST)