ફિલ્મ જગત
News of Wednesday, 2nd September 2020

હીના ખાન સાથે કામ કરવાની સુરભીની ઇચ્છા

એકતા કપૂરના શો નાગિન-૫ની ખુબ ચર્ચા છે. આ શોની પાંચમી સિઝનમાં હીના ખાનને લેવામાં આવી હતી. ટ્વિટર પર પણ નાગિન-૫ વિથ હીના ખાન ટ્રેન્ડ થવા માંડ્યું હતું. પરંતુ બે-ત્રણ એપિસોડ પછી શોમાં હીનાની જગ્યાએ સુરભી ચંદનાની એન્ટ્રી થઇ ગઇ હતી. સુરભી ઇચ્છે છે કે ફરીથી હીના આ શો સાથે જોડાય. તેની સાથે કામ કરવાની સુરભીની ઇચ્છા છે. સુરભી ચંદનાની એન્ટ્રી હીના ખાનની આદી નાગિનના પાત્રના પુનર્જન્મ રૂપે કરવામાં આવી છે. સુરભીની ઇચ્છા છે કે તેને હીના સાથે આ શોમાં કામ કરવા મળે. સુરભીએ કહ્યું હતું કે ભવિષ્યમાં નાગિન-૫માં હીનાની એન્ટ્રી થાય અને હું તેની સાથે કામ કરી શકું તો વધુ સારું રહેશે. મને ખબર નથી કે આવું થશે કે નહિ, પણ તેની સાથે શુટીંગ કરવાની મજા આવશે. હીના ખાનને શોના પ્રારંભમાં સર્વશ્રેષ્ઠ આદિ નાગિનના પાત્રમાં લોન્ચ કરવામાં આવી હતી. આ સાથે કલર્સનો આ શો નંબર વન બન્યો હતો. પણ હવે સુરભીની એન્ટ્રી હીનાની જગ્યાએ થઇ છે. શોમાં શરદ મલ્હોત્રા અને મોહિત સહેગલની એન્ટ્રી પણ થઇ છે.

 

(9:38 am IST)