ફિલ્મ જગત
News of Wednesday, 2nd September 2020

ભૂમિ-કોંકણાની ફિલ્મ રિલીઝ માટે તૈયાર

અભિનેત્રી ભૂમિ પેડનેકરે બોલીવૂડમાં કારકિર્દીના પ્રારંભથી જ પડકારનજનક રોલ નિભાવવાનું શરૂ કર્યુ હતું. આજે તે પોતાના અભિનયની ક્ષમતા ઇન્ડસ્ટ્રીને બતાવી ચુકી છે. મહામારીને કારણે તેની નવી ફિલ્મો રિલીઝ થઇ શકી નથી. પણ તેના ચાહકો માટે એક ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે. ભૂમિ પેડનેકર અને કોંકણા સેન શર્માને મુખ્ય ભુમિકામાં ચમકાવતી ફિલ્મ 'ડોલી કિટ્ટી ઓૈર વો ચમકે સિતારે' ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ માટે તૈયાર છે. નેટફિલકસ પર આ ફિલ્મ રિલીઝ થવાની છે. જો કે ફિલ્મ કયારે આવશે તેની ચાહકો સતત રાહમાં હતાં. હવે આ ફિલ્મ આ મહિને જ સ્ટ્રીમ થઇ જાય તેવી શકયતા છે. ભૂમિ પેડનેકર અને કોંકણા સેન શર્મા પહેલી જ વખત સાથે કામ કરી રહ્યા છે. કોંકણા પણ અભિનયમાં એક્કો ગણાય છે. આ બંને પ્રતિભાશાળી અભિનેત્રી બે બહેનોના રોલમાં જોવા મળશે. ડોલી અને કાજલ નામના પાત્રો તેણે ભજવ્યા છે. એકતા કપૂર, શોભા કપૂર દ્વારા ફિલ્મનું નિર્માણ થયું છે.

(9:39 am IST)