ફિલ્મ જગત
News of Wednesday, 2nd September 2020

હોરર કોમેડી ફિલ્મ 'ભૂત-પોલીસ'માં લીડ રોલ ભજવશે સૈફ અલી ખાન-અર્જુન કપૂર

મુંબઈ: બોલિવૂડ કલાકારો સૈફ અલી ખાન અને અર્જુન કપૂર તેમની આગામી હોરર કોમેડી ફિલ્મ 'ભૂત પોલીસ'માં મુખ્ય ભૂમિકા નિભાવતા જોવા મળશે. બંને અભિનેતા પહેલીવાર એક સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતા જોવા મળશે. ફિલ્મના ડાયરેક્ટર પવન ત્રિપાઠી છે, જે 'ફોબિયા' અને 'રાગિણી એમએમએસ' જેવી ફિલ્મ્સ માટે જાણીતા છે.પવને કહ્યું, "સૈફ અને અર્જુનને મનોરંજન સુવિધામાં સાથે આવતાં જોઈને મને ખૂબ આનંદ થાય છે. બંને ફિલ્મમાં ફનનું ટ્રેડમાર્ક સેટ કરતા નવા અવતારમાં જોવા મળશે." ફિલ્મ 'ભૂત પોલીસ' ના નિર્માતા રમેશ તૌરાણી અને અક્ષય પુરી છે. તેનું શૂટિંગ વર્ષના અંત સુધીમાં શરૂ થશે.

(5:28 pm IST)