ઇશા પણ ડિજીટલ પ્લેટફોર્મ પર
મોડેલ-અભિનેત્રી ઇશા ગુપ્તા ફિલ્મો ઉપરાંત પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટ્સને કારણે પણ સતત ચાહકોમાં ચર્ચાસ્પદ બની રહે છે. હોટ અને બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરવા માટે જાણીતી ઇશા ગુપ્તા બોલીવૂડમાં વર્ષ ૨૦૧૨થી કામ કરી રહી છે. જન્નત-૨ થકી તેણે એન્ટ્રી કરી હતી. રાઝ થ્રીડી, ચક્રવ્યુહ, ગોરી તેરે પ્યાર મેં, હમસકલ્સ, બેબી, તુતક તુતક તુતીયા, કમાન્ડો-૨, બાદશાહો સહિતની હિન્દી ફિલ્મો ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ તેનું નામ જાણીતું છે. છેલ્લે તે ટોટલ ધમાલ અને વનડે જસ્ટીસ ડિલીવર્ડમાં જોવા મળી હતી. તાજેતરમાં ઇશાએ પોતાના એકાઉન્ટ પર અત્યાંત હોટ તસ્વીર પોસ્ટ કરી હતી. જેને અસંખ્ય ચાહકોએ પસંદ કરી હતી. સફેદ રંગની મોનોકિની બિકીનમાં તેણે પોઝ આપ્યા હતાં. ઇશાની ફિલ્મ દેસી મેજીક અને ઝીફાઇવની ચર્ચીત વેબ સિરીઝ રિજેકટસની બીજી સિઝનની તેના ચાહકો રાહ જોઇ રહ્યા છે. વેબ સિરીઝથી તે ડિજીટલ પ્લેટફોર્મ પર આવી રહી છે.