ફિલ્મ જગત
News of Friday, 2nd October 2020

આ ટીવી કલાકારોને ખુબ ભાવે છે સમોસા

બધા લોકોની જેમ અભિનેતાઓને પણ ફાસ્ટફૂડ પસંદ હોય છે. એમાં પણ ભાવતા ફૂડ જો શુટીંગના સેટ પર જ મળી જાય તો મોજ પડી જાય. ટીવી શો એ મેરે હમસફરના કલાકારોને પંજાબી સમોસાની લ્હેજત માણવાની મજા સેટ પર જ મળી રહી છે. અભિનેતા-અભિનેત્રીઓની ઇચ્છા મુજબ સેટ પર જ આ સમોસા ખાસ કૂક આવીને તૈયાર કરે છે. અભિનેત્રી ઉર્ફી જાવેદે તો પોતે રજા પર હોવા છતાં સમોસાની યાદ આવતી હોવાનું કહ્યું હતું. ઉર્ફી આ શોમાં વિધીની બહેન પાયલનો રોલ નિભાવી રહી છે. વેદના ભાઇ લખન કોઠારીનો રોલ નિભાવી રહેલા અભિનેતા અચરર ભારદ્વાજે કહ્યું હતું કે ખુબ તળેલી ચીજો ખાવાનું બંધ કરવાનું વિચારુ છું. પરંતુ એ મેરે હમસફરના સેટ પર બનતાં સમોસા જોઇને હું તેને ખાતાં અટકી શકતો નથી. તેની સુગંધ અને ટેસ્ટ બંને લાજવાબ છે.

ઘણીવાર એવું નક્કી કરું કે નથી જ ખાવા, પણ પછી મારા રૂમમાં જઇને ખાઇ લઉ છું. કલાકારોમાં આ નાસ્તો 'સેટવાળા સમોસા' તરીકે જાણીતો બની ગયો છે.

(10:02 am IST)