ફિલ્મ જગત
News of Friday, 2nd October 2020

ટીવી સ્ક્રિનમાં જોવા મળશે રેખા

અભિનેત્રીનો એક પ્રોમો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે ગીત ગાઈ રહી છે

મુંબઇ,તા. ૨:ફિલ્મ જગતની ફેમસ અભિનેત્રી રેખાએ બહુ બધી બોલીવુડ હીટ ફિલ્મો આપી છે. હવે ટૂંક સમયમાં રેખા ટીવી સ્ક્રિનમાં જોવા મળશે.

સમાચાર આવ્યા છે કે વર્ષો સુધી સિનેમામાં હીટ રહેનારી રેખા હવે સિરીયલમાં જોવા મળશે. અભિનેત્રીનો એક પ્રોમો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે ગીત ગાઈ રહી છે.

વિરલ ભયાણી દ્વારા ઈન્સ્ટાગ્રામમાં શેર કરવામાં આવેલા આ પ્રોમો વીડિયોમાં રેખા સ્ટાર પ્લસના શો 'ગુમ હે કિસી કે પ્યાર મે'ના એક પ્રોમોમાં જોવા મળી છે. આ વીડિયોમાં તે જેના માટે ગીત ગાય તે વ્યકિત તેના માટે રેખાને ખૂબજ લાગણી છે એ દર્શાય છે. વીડિયોમાં તે આ શોનું નરેશન કરી રહી છે અને શો બાબતે કહી રહી છે.

વીડિયોમાં તે પહેલા ગીત ગાય છે અને પછી શો બાબતે કહે છે કે આ વિરાટની પ્રેમ વાર્તા છે, જેમાં પોતાના જવાબદારીના માર્ગ ઉપર ચાલતા ચાલતા તે પોતાના પ્રેમની કુર્બાની આપે છે અને આજે પણ વિરાટ પ્રેમની રાહમાં તડપી રહ્યો છે.

(11:33 am IST)