ફિલ્મ જગત
News of Saturday, 3rd July 2021

"આઈ એમ બન્ની, ડોટર ઓફ કચ્છ" ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થશે રજૂ : બેટી બચાઓ, બેટી પઢાઓ, ની થીમ પર બનેલ આ ફિલ્મમાં રોશની વાલિયાએ ગ્રામીણ કન્યાની મુખ્ય ભૂમિકા ભજવી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ) દેશ વિદેશમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ માટે અતિ મહત્વપૂર્ણ એવા "કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ"માં કચ્છની પૃષ્ઠ ભૂમિ ઉપર બનેલી ફિલ્મ રજૂ થશે. મૂળ કચ્છના લેખક દિગ્દર્શક કિશોર મકવાણા દ્વારા હિન્દી ભાષામાં લખાયેલ ફિલ્મ "આઈ એમ બન્ની, ડોટર ઓફ કચ્છ" નું દિગ્દર્શન નીતિન ચૌધરીએ કર્યું છે. 

બેટી બચાઓ, બેટી પઢાઓ, ની થીમ પર બનેલ આ ફિલ્મમાં રોશની વાલિયાએ ગ્રામીણ કન્યાની મુખ્ય ભૂમિકા ભજવી છે. જેમાં અંતરીયાળ ગ્રામીણ વિસ્તારમાં જાતિગત વિચારધારા અને કન્યા કેળવણી ના વિરોધ વચ્ચે ભણવા માટે ઝઝૂમી સફળ બનતી દીકરીની વાત છે. આ ફિલ્મમાં ગૌરવ ગર્ગ ઉપરાંત અન્ય હિન્દી, ગુજરાતી કલાકારો પણ છે. ૧૦ મી જુલાઈ ભારતીય સમય મુજબ સાંજે ૬/૩૦ વાગ્યે આ ફિલ્મ પ્રદર્શિત થશે. અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ઈનામ મેળવી ચૂકેલી આ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થાય એ કચ્છ માટે ગૌરવનો વિષય છે. ભારતની જે ૧૫ ફિલ્મોનું કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે સ્ક્રીનીંગ થયું છે, તે પૈકી આ એક ફિલ્મ પણ છે.

   

(2:13 pm IST)