ફિલ્મ જગત
News of Tuesday, 3rd August 2021

કપિલ શર્માના પ્રથમ શોમાં અક્ષય કુમાર મહેમાન બનશે

કપિલ શર્મા શો માટે દર્શકો ભારે આતુર : અક્ષય શોમાં ફિલ્મ બેલ બોટમનું પ્રમોશન કરવા પહોંચશે

 

મુંબઈ, તા. : ફેન્સ ખૂબ આતુરતાથી કપિલ શર્માના કોમેડી શો ' કપિલ શર્મા શો'ની રાહ જોઈ રહ્યા છે. મેકર્સે શોનો પ્રોમો રિલીઝ કરી દીધો છે, જેમાં આખી ટીમ નવા અવતારમાં જોવા મળી રહી છે. જો કે, ' કપિલ શર્મા શો'ની ઓન-એર ડેટ કન્ફર્મ થઈ નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, તે ૨૧ ઓગસ્ટે પ્રસારિત કરવામાં આવશે.

વચ્ચે તે પણ જાણ થઈ છે કે, કપિલના શોમાં પહેલો મહેમાન કયો સ્ટાર બનશે. કહેવામાં આવી રહ્યું છે કે, ' કપિલ શર્મા શો'ની લોન્ચિંગ એક્ટર અક્ષય કુમારની સાથે થશે. 'બિગ બોસ તક' નામના ટ્વિટર હેન્ડલે માહિતી આપી છે. તેની ટ્વીટ મુજબ અક્ષય કુમાર ' કપિલ શર્મા શો'નો પહેલો મહેમાન બનશે.

તે કપિલના શોમાં અપકમિંગ ફિલ્મ 'બેલ બોટમ'નું પ્રમોશન કરવા પહોંચશે. જો કે, મેકર્સ કે એક્ટર તરફથી અંગેની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર અત્યારસુધીમાં ઘણીવાર કપિલ શર્મા શોમાં આવી ચૂક્યો છે. એક્ટરને માત્ર કપિલ શર્મા નહીં પરંતુ આખી ટીમ સાથે સારું બને છે.

' કપિલ શર્મા શો'ની ટીમમાં વખતે સુદેશ લહેરીની એન્ટ્રી થઈ છે તો સુમોના ચક્રવર્તી વખતે તેનો ભાગ નથી. સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ ૧૨નું ગ્રાન્ડ ફિનાલે ૧૫ ઓગસ્ટે છે અને તેના એક અઠવાડિયા બાદ સિંગિંગ શોના ટાઈમ સ્લોટ પર ' કપિલ શર્મા શો' લોન્ચ કરવામાં આવશે. ' કપિલ શર્મા શો'ની ગત સીઝન જાન્યુઆરી મહિનામાં ઓફ-એર થઈ હતી. શો ઓફ-એર થયા બાદ કપિલ શર્મા પેટરનિટી લીવ પર હતો. પહેલી ફેબ્રુઆરીએ તેને ત્યાં દીકરાનો જન્મ થયો હતો.

જેનું નામ તેણે ત્રિશાન પાડ્યું છે. કપિલ શર્મા અને તેની પત્ની ગિન્ની ચતરથ પહેલાથી દીકરી અનાયરાના માતા-પિતા હતા. કપિલ શર્માની પેટરનિટી લીવ સિવાય તે સમયે કોવિડ-૧૯ના કેસ વધારે હોવાથી, ફિલ્મો રિલીઝ થઈ રહી હોવાથી સેલિબ્રિટી પણ ઓછા આવતાં હોવાથી તેમજ લાઈવ ઓડિયન્સ હોવાથી મેકર્સે થોડા સમય માટે પડદો પાડવાનું નક્કી કર્યું હતું. જણાવી દઈએ કે, ટીમના દરેક સભ્યએ રસી લીધા બાદ નવી સીઝનનું શૂટિંગ શરુ કરાયું હતું.

(7:26 pm IST)