ફિલ્મ જગત
News of Thursday, 3rd September 2020

વર્ષના અંતમાં શરૂ થશે સૈફ-અર્જુનની ફિલ્મનું શુટીંગ

અર્જુન કપૂર એક હોરર કોમેડી ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે પહેલી જ વખત સૈફ અલી ખાન સાથે કામ કરવાનો છે. ભૂત પુલિસ નામની આ ફિલ્મ પવન કૃપલાણી બનાવી રહ્યા છે. આ ફિલ્મ થ્રીડી ફોર્મેટમાં પણ બનાવવામાં આવશે. રમેશ તોૈરાની અને અક્ષય પુરી દ્વારા નિર્મિત આ ફિલ્મનું કામ આ વર્ષના અંતમાં શરૂ થઇ જશે. ફિલ્મમાં અર્જુન કપૂર અને સૈફ અલી ખાન ધોસ્ટ હન્ટરની ભુમિકા નિભાવશે. નિર્દેશક પવને કહ્યું હતું કે અમે એક ખોફનાક એડવેન્ચર કોમેડીને કારણે ખુબ જ ઉત્સાહિત છીએ. સૈફ અને અર્જુન અમારી ટીમ સાથે જોડાશે. આ બંનેની જોડી ક્રેઝી એન્ટરટેઇનમેન્ટ માટે પરફેકટ છે. અર્જુન અને સૈફ અલગ જ અવતારમાં જોવા મળશે. અર્જુન તેની અન્ય ફિલ્મ સંદિપ ઓૈર પિન્કી ફરારમાં પરિણિતી ચોપડા સાથે છે. આ ઉપરાંત જોન સાથેની ફિલ્મમાં તે રકુલ પ્રિત સિંહ સાથે જોવા મળવાનો છે. એક સિકવલ પણ તે કરી રહ્યો છે. તેમાં પણ તે જોન સાથે જોવા મળશે.

(9:41 am IST)