ઉર્ફી જાવેદે ઘડિયાળવાળા ર્સ્કટથી પોતાના શરીરને ઢાંક્યુઃ અલગ-અલગ ડ્રેસિંગ સેન્સથી લોકોના દિલની ધડકન વધી
સોશ્યલ મીડિયામાં વાયરલ વીડિયોમાં અલગ અંદાજમાં જોવા મળી
મુંબઇઃ પોતાના અલગ અંદાજ અને લુકમાં રહેતી અભિનેત્રી ઉર્ફી જાવેદ ઇન્સ્ટાગ્રામ પર ઘણી ઘડિયાળવાળુ સ્કર્ટ અને સફેદ કલરનું ટોપમાં જોવા મળી છે. હંમેશા વિચિત્ર અને કલરફુલ ડ્રેસિંગ સેન્સથી અભિનેત્રી લોકોને દિવાના બનાવે છે.
હંમેશા પોતાના લુકને લઈને ચર્ચામાં રહેતી ઉર્ફી જાવેદે આ વખતે ઘડિયાળનું સ્કર્ટ પહેરી લીધું છે. ઉર્ફીનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉર્ફીએ આ વીડિયોને ઈન્સ્ટા પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં ઉર્ફી ઘડિયાળના સ્કર્ટની સાથે સફેદ કલરના ટોપમાં જોવા મળી રહી છે. ત્યારબાદ તેની અલગ સ્ટાઇલ અને અદાઓની ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ઉર્ફીનો લુક ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વખતે ઉર્ફી જાવેદે યુનીક સ્ટાઇલથી સ્કર્ટ બનાવ્યું છે. ઉર્ફીએ આ વખતે સ્કર્ટ બનાવવા માટે ઘડિયાળનો ઉપયોગ કર્યો છે. તમે પણ જુઓ તેની તસવીરો.
ઉર્ફીએ આ સ્કર્ટને બનાવવા માટે ઘણી ઘડિયાળનો ઉપયોગ કર્યો છે. ઉર્ફી વીડિયોમાં આ વિચિત્ર સ્કર્ટ પહેરીને જોવા મળી રહી છે.
ઉર્ફીનું આ સ્કર્ટ એટલું યૂનિક છે કે દરેક જગ્યાએ આ ઘડિયાળની ચર્ચા થઈ રહી છે. ઉર્ફી આ નવા સ્કર્ટમાં કેમેરા સામે આવી અને પોઝ આપ્યા હતા.
ઉર્ફી હંમેશા અલગ-અલગ ડ્રેસિંગ સેન્સથી લોકોના દિલની ધડકનો વધારે છે. તે ક્યારેક સીપની બ્રા પહેરીને પોતાના શરીરને ઢાંકે છે તો ક્યારેક અખબારથી પોતાના બોડીને કવર કરે છે.
ઉર્ફી અતરંગી કપડા પહેરીને કેમેરા સામે આવવા માટે જાણીતી છે. આ પહેલા પણ તે પોતાની વિચિત્ર સ્ટાઇલથી લોકોને ચોંકાવી ચુકી છે.