જોખમ ખેડવાની ક્ષમતા આવી છેઃ કાર્તિક
અભિનેતા કાર્તિક આર્યન સતત વ્યસ્ત બની ગયો છે. તેના હાથ પર પાંચ જેટલી ફિલ્મો છે. તેની ફિલ્મ ધમકામાં તે પત્રકારનો રોલ નિભાવી રહ્યો છે. દર્શકોએ ટ્રેલર ખુબ પસંદ કર્ય છે. કાર્તિક આર્યનનું કહેવું છે કે મહામારી દરમ્યાન મારામાં જોખમ લેવાની ક્ષમતા આવી ગઈ છે. કોરોનાને કારણે વિશ્વભરમાં લોકડાઉન લાગી ગયું હતું. એ લૉકડાઉને જીવન અને પરિવારનું મહત્ત્વ લોકોને સમજાવ્યું છે. લોકો ઘરમાં રહીને અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા હતા. લોકોના કામ પણ અટકી ગયા હતાં. લોકડાઉન દરમ્યાન મેં કામ નહોતું કર્યું. આખું વર્ષ બરબાદ થઈ ગયું હતું. જોકે લોકડાઉને મને કેટલીક બાબતોને પ્રત્યે અલગ દૃષ્ટિકોણ શીખડાવ્યો છે. એણે મને વિચારવાની અને નવું કરવાની તક આપી હતી. કોવિડ પહેલાં હું બે ફિલ્મોમાં કામ કરતો હતો. ત્યાર બાદ તો એવી ફિલ્મો કરી જે મેં અત્યાર સુધી નહોતી કરી. મહામારીને કારણે મારામાં જોખમ ખેડવાની ક્ષમતા આવી ગઇ છે. એથી અલગ સ્ટોરી પર કામ કરતો થયો છું. મારા દૃષ્ટિકોણમાં પરિવર્તન આવ્યું. બીજી રીતે કહું તો હું સતત કામઢો થઇ ગયો છું.