થ્રિલર ફિલ્મ સાથે જોડાઇ કેટરીના કૈફ
વિક્કી કોૈશલ સાથે લગ્ન કર્યા પછી કેટરીના ફરીથી કામે વળગી ગઇ છે. તે સલમાન ખાન સાથે એક થા ટાઇગર-૩નું શુટીંગ કરી રહી છે. કેટરીનાએ નવી એક ફિલ્મ પણ હાથ પર લીધી છે. તે એક થ્રિલર ફિલ્મ સાથે જોડાઇ છે. શ્રીરામ રાઘવન આવી ફિલ્મો બનાવવા માટે ખુબ જાણીતા છે. તે હવે મેરી ક્રિસમસ નામની થ્રિલર ફિલ્મ બનાવી રહ્યા છે. જેના નિર્માતા રમેશ તોરાની છે. શ્રીરામે અગાઉ અંધાધૂન સહિતની સુપરહિટ ફિલ્મો આપી છે. કેટરીના મેરી ક્રિસમસમાં સામેલ થઇ છે. તેની સાથે સાઉથનો સુપરસ્ટાર વિજય સેતપુતી મુખ્ય ભુમિકા નિભાવશે. મેરી ક્રિસમસ ૨૩ ડિસેમ્બરે રિલીઝ થશે. કેટરિના અને વિજય પહેલી વખત પરદા પર સાથે જોવા મળશે. ફિલ્મની કાસ્ટ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને કેટરિના કૈફે કેપ્શન આપી હતી કે-નવી શરૂઆત. ડિરેકટર શ્રીરામ રાઘવનની મેરી ક્રિસમસ માટે સેટ પર પાછી ફરી છું. મને હંમેશાં શ્રીરામસર સાથે કામ કરવાની ઇચ્છા હતી. જે પુરી થઇ છે.