એ કદી ખરાબ વર્તન નથી કરતોઃ શહેનાઝે કર્યા વખાણ
શહેનાઝ ગિલ આમ તો અનેક પંજાબી ફિલ્મો અને અસંખ્ય મ્યુઝિક આલ્બમ્સમાં કામ કરીને જાણીતી હતી. પરંતુ બિગ બોસમાં ભાગ લીધા પછી તેની ઓળખ વધુ વિસ્તૃત બની હતી. બિગ બોસની તેરમી સિઝનમાં તે રનરઅપ રહી હતી. શહેનાઝે હાલના લોકડાઉનનો સમય ઘરમાં જ પસાર કર્યો છે. તેણે કહ્યું હતું કે મેં આ સમયમાં કંઇક શીખામણ કંઇક સંદેશો આપતી ફિલ્મો જોઇ હતી. ઘરના બધા કામો પણ જાતે કરવાનું હું શીખી ગઇ છું. હવે આ પંજાબી અભિનેત્રી ફિલ્મ ઉડતા પંજાબ અને ગૂડ ન્યુઝ ફેઇમ અભિનેતા દિલજીત દોસાંજ અને અભિનેત્રી સોનમ બાજવા સાથે એક ફિલ્મ કરી રહી છે. શહેનાઝ હવે દિલજીતના વખાણ કરતાં થાકતી નથી. તેણે કહ્યું તું કે દિલજીત એવો વિનમ્ર કલાકાર છે જે તેના સાથી કલાકારો સાથે કયારેય ખરાબ વર્તન નથી કરતો. કોઇપણ નવા કલાકારો હોય તો પણ તેનું વર્તન બદલતું નથી. દિલજીત હમેંશા ઉદાહરણ આપતો સ્ટાર છે. શહેનાઝ બોલીવૂડમાં પણ એન્ટ્રી કરવાની છે, પરંતુ તે સાચા સમયની રાહ જોઇ રહી છે.