ફિલ્મ જગત
News of Friday, 4th September 2020

કંગના રનોૈત ગર્વ અનુભવી રહી છે

કંગના રનોૈતની ફિલ્મો સતત ચર્ચા જગાવતી રહે છે. તેની વધુ એક ફિલ્મ તેજસની હાલમાં ચર્ચા છે. તેણે તાજેતરમાં પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ ફિલ્મની એક ઝલક રજૂ કરી હતી. આ ફિલ્મમાં કંગના ભારતીય વાયુસેનાની પાઇલોટના રોલમાં જોવા મળવાની છે. કંગના છેલ્લા ઘણા સમયથી સુશાંતસિંહ રાજપૂતના કેસમાં ઉંડી તપાસની માંગણી કરી ન્યાયની અપિલ કરી રહી છે. તે બોલીવૂડ ઇન્ડસ્ટ્રી સામે જબરો વિરોધ અને સતત આક્રમક અંદાજ દર્શાવી રહી છે. આ બધી વાતો વચ્ચે તે આગામી ફિલ્મના નવા લૂકમાં જોવા મળી છે. તે ફાઇટર પાઇલોટના રોલમાં ફિલ્મ તેજસમાં જોવા મળશે. આ માટે તે સતત તૈયારી કરી રહી છે. તેના કહેવા મુજબ ફિલ્મનું શુટીંગ આ વર્ષના અંતમાં ડિસેમ્બરમાં શરૂ થઇ જશે. કંગનાએ જે તસ્વીર પોસ્ટ કરી છે તેમાં તે વાયુસેનાના પાઇલોટના ડ્રેસકોડ સાથે છે અને પાછઇ ભારતીય વાયુસેનાનું ફાઇટર પ્લેન તેજસ જોવા મળી રહ્યું છે. કંગનાએ તસ્વીર સાથે લખ્યું છે-ભારતીય વાયુ સેનાના પાઇલોટને સમર્પિત આ શાનદાર કહાનીનો ભાગ બનીને હું ગર્વ અનુભવી રહી છું. જય હિન્દ.

 

(10:03 am IST)