થ્રિલીંગથી ભરપુર ફિલ્મમાં હીરો બની ખુશ છે ઇશાન
શાહિદ કપૂરના ભાઇ ઇશાને પણ બોલીવૂડમાં એન્ટ્રી કર્યા પછી મોટી ફિલ્મો મેળવવાનું શરૂ કરી દીધુ છે. છેલ્લે ધડકમાં જ્હાન્વી કપૂર સાથે જોવા મળેલા ઇશાનની નવી ફિલ્મ ખાલીપીલી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં ઇશાન હીરોના રોલમાં છે અને સાથે અનન્યા પાંડે મુખ્ય ભુમિકામાં છે. ઇશાને કહ્યું હતું કે આ ફિલ્મમાં હીરોનો રોલ ભજવીને અલગ જ આનંદની અનુભુતિ થઇ રહી છે. તે આ પછી કૈટરીના કૈફ સાથે હોરર કોમેડી ફિલ્મ ફોન બૂથમાં પણ જોવા મળવાનો છે. ખાલીપીલી ફિલ્મ અંગે ઇશાન કહે છે કે આ એક થ્રિલીંગથી ભરપુર અને સ્ટાઇલીશ ફિલ્મ છે. આ ફિલ્મ મારા માટે એટલે ખાસ છે કે તેમાં હું એકલો હીરો છું. અગાઉની ધડક હોય કે બિયોન્ડ ધ કલાઉડ્સ હોય તેમાં હીરોનું પાત્ર મહત્વનું નહોતું. તબ્બુ સાથે તેની એ સુટેબલ બોય નામની વેબ સિરીઝ પણ છે. જેમાં તે અલગ જ રોલમાં છે. ૧૯૯૫માં જન્મેલો ઇશાન ૨૦૦૫માં વાહ લાઇફ હો તો ઐસીમાં શાહિદ સાથે જોવા મળ્યો હતો.