ફિલ્મ જગત
News of Friday, 4th September 2020

પોષણ વિશેષજ્ઞ પણ છે અભિનેત્રી વૈષ્ણવી

અભિનેત્રી વૈષ્ણવી મેકડોનાલ્ડે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ કે જે એક થી સાત સપ્ટેમ્બર સુધી ઉજવાય છે તેના અંગે કહ્યું હતું કે તે પોતે  પ્રમાણિત પોષણ વિશેષજ્ઞ છે. તેણે કહ્યું હતું  કે સંતુલિત આહાર અને પોષક તત્વોનું સંયોજન આપણા શરીરમાં સમગ્ર વિકાસમાં મહત્વપુર્ણ ભુમિકા નિભાવે છે. પરંતુ આપણામાંથી અનેક આ બાબતે ગંભીર હોતા નથી. પોૈષ્ટિક ભોજનનું મહત્વ પણ વૈષ્ણવીએ સમજાવ્યું હતું અને કહ્યું હતું કે પોૈષ્ટીક ભોજન તમને માનસિક રીતે પણ સક્ષમ રાખે છે. વૈષ્ણવી હાલમાં દંગલ ટીવીના શો એ મેરે હમસફરમાં સૂરજમુખીની ભુમિકા નિભાવી રહી છે. તે કહે છે કે મને પહેલેથી જ પોષણ અને સ્વાસ્થ્યમાં ખુબ રસ છે. મેં આ બાબતે એટેલો અભ્યાસ કરી લીધો છે કે હું તેના કારણે એક કલીનીક પણ ખોલી શકુ છું. હું મારા અંગત મિત્રો અને પરિવારજનોને મારા જ્ઞાનનો લાભ આપતી રહુ છું. શારીરિક અને માનસિક સકારત્મકતા માટે પણ સ્વસ્થ આહાર અત્યંત જરૂરી છે. વૈષ્ણવી બપોરના સમયે મોટે ભાગે એક કપ દહીં, રાયતું, સલાડ અને ફણગાવેલા કઠોળ ખાવાની સલાહ આપે છે. લીલા શાકભાજી અને અખરોટ પણ લાભદાયી હોય છે.

(10:04 am IST)