ફિલ્મ જગત
News of Friday, 4th September 2020

મહેનત અને ટેલેન્ટ હોય તો જ ટકી શકાયઃ બોબી

બોલીવૂડમાં એક સમયે લવર બોય અને એકશન ફિલ્મોથી જાણીતો બનેલો અને યુવાઓનો પ્રિય બનેલો અભિનેતા બોબી દેઓલ બાદમાં લાંબો સમય સુધી બોલીવૂડથી દૂર થઇ ગયો હતો. એ પછી તેને સલમાન ખાને ફરીથી બોલીવૂડમાં એન્ટ્રી અપાવી હતી. હવે તે ડિજીટલ પ્લેટફોર્મ પર સક્રિય થયો છે. તેની સતત બે વેબ સિરીઝ રિલીઝ થઇ છે. જેમાં કલાસ ઓફ ૮૩ અને આશ્રમ સામેલ છે. બોબી દેઓલ કહે છે ઇન્ડસ્ટ્રીમાં માત્ર તમારી અટકને કારણે તમે પચ્ચીસ વર્ષ સુધી ટકી ન શકો. સખત મહેનત અને ટેલેન્ટ હોય તો જ અહિ કાયમ રહી શકાય છે. બોબીએ આગળ કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં અમારુે કામ પણ બોલે છે. અમારા પરિવારમાંથી બધા ઇન્ડસ્ટ્રીમાં છે. પરંતુ માત્ર તમારી સરનેમ તમને અહિ ટકાવી ન શકે. અમારા માતા-પિતાએ અમને સારી બાબતો, સારુ શિક્ષણ આપ્યું છે અને સારો ઉછેર કર્યો છે. બધા પેરેન્ટ્સની ઇચ્છા હોય છે કે તેના બાળકો ડોકટર, બિઝનેસમેન, મિડીયામેન બને. મારા પિતા એકટર હતાં અને તેઓ ઇચ્છતા હતાં કે અમે પણ એકટર બનીએ. તેમણે શરૂઆત કરાવી દીધી, પછી આગળની સફર મારે એકલાએ કરવાની હતી.

 

(10:04 am IST)