ફિલ્મ જગત
News of Friday, 4th December 2020

હું હમેંશા જે ઇચ્છતી હતી એ કરી રહી છું: પૂજા હેગડે

પૂજા હેગડે બોલીવૂડ ઉપરાંત સાઉથની ફિલ્મો પણ એક પછી એક કરી રહી છે. હાલમાં તે પ્રભાસ સાથે મોટી ફિલ્મ કરી રહી છે. આ ઉપરાંત બોલીવૂડમાં તેણે બે ફિલ્મો સાઇન કરી છે. પૂજાએ કહ્યું હતું કે ભારતીય સિનેમા ઉદ્યોગમાં કામ કરવું એ મારા માટે ખુબ જ રોમાંચક છે. હું એ જ કરી રહી છું, જે હમેંશા કરવા ઇચ્છતી હતી. હું એવા લોકો સાથે કામ કરી રહી છું, જેની સાથે કામ કરવાની ઇચ્છા હતી. જો કે મારી મહેનતની સાથો સાથ પ્રશંસકોનો સાથ પણ મને સતત ઉત્સાહિત રાખે છે.  પૂજા પાસે અન્ય ફિલ્મો પણ છે. જેના વિશે તે ચાહકોને બાદમાં જણાવશે. સલમાન ખાનની ફિલ્મ કભી ઇદ કભી દિવાલી, રોહિત શેટ્ટીની સર્કસ અને સુભાષ સાથેની રાધે શ્યામ તેના હાથ પર છે. આ ઉપરાંત અખિલ અક્કિનેની સાથેની મોસ્ટ એલિજીબલ બેચલર નામની ફિલ્મ પણ તે કરી રહી છે. 

(9:44 am IST)