ફિટનેસના મામલે અક્ષય કુમાર પ્રભાવીત કરે છેઃ પરમ સિંહ
બધા જ એકટર્સ પોતાની અભિનયની ટેકનીક સુધારવા માટે સતત પ્રયત્ન કરતાં રહેતાં હોય છે. પરદા પર અલગ અલગ પાત્રોમાં વિશ્વસનીય રીતે રજૂ થવા માટે તેમને ફિટનેસનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. સોની ટીવીના શો 'ઇશ્ક પર જોર નહિ'માં અહાન મલ્હોત્રાનો મુખ્ય રોલ નિભાવી રહેલો અભિનેતા પરમ સિંહ પોતાના લૂક અને ખાસ આકર્ષણને કારણે ચાહકોની સંખ્યા વધારવામાં સફળ રહ્યો છે. આ શોમાં પણ પરમસિંહ સુપરફિટ અને શાનદાર દેખાઇ રહ્યો છે. તે કહે છે બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારની ફિટનેસ દિનચર્યા અને સ્વસ્થ જીવનશૈલી મને સતત પ્રભાવીત કરે છે. પરમસિંહ કહે છે ફિટ રહેવું એટલે વધુ મજબૂત, વધુ તાકતથી ભરપુર રહેવું જેથી કરીને કોઇપણ કામમાં તમે સો ટકા આપી શકો. પરમ કહે છે સ્વાસ્થ્ય એ સોૈની અંગત બાબત હોય છે. પ્રેરણા લેવી એ સારી વાત છે. આપણે જાતે જ નક્કી કરવું જોઇએ આપણા માટે શું સારુ છે.