ફિલ્મ જગત
News of Wednesday, 5th May 2021

મોંઘો સ્ટાર બની ગયો રાજકુમાર રાવ

રાજકુમાર રાવ બોલીવૂડનો સોૈથી વ્યસ્ત અભિનેતા બની ગયો છે. પોતાની અભિનય ક્ષમતાથી તેણે ઇન્ડસ્ટ્રીમાં અલગ જ મુકામ મેળવી લીધું છે. હાલમાં તે નેટ ફિલકસની ફિલ્મ મોનીકા ઓ માય ડાર્લિંગને કારણે ચર્ચામાં આવ્યો છે. આ ફિલ્મ માટે રાજકુમારે ખુબ મોટી ફી વસુલ કરી છે. પંદર કરોડ રૂપિયા જેવી ફી તેણે લીધી છે. ફિલ્મમાં તેની સાથે હુમા કુરેશી મુખ્ય ભુમિકા નિભાવશે. એક દસકા પહેલા બોલીવૂડમાં અભિનય કારકિર્દી શરૂ કરનાર રાજકુમાર રાવની મોટા ભાગની ફિલ્મોને ચાહકોએ ખુબ પસંદ કરી છે. હાલમાં જ આવેલી રૂહી અને ધ વ્હાઇટ ટાઇગર પછી રાજકુમારને ઇન્ડસ્ટ્રીમાં એક સેલિબ્રીટીનો દરજ્જો મળ્યો છે. હજુ પણ તેના હાથ પર અનેક ફિલ્મો છે. હવે તે જે ફિલ્મ કરી રહ્યો છે તેનું નામ આર. ડી. બર્મનના કેબ્રે સોંગ મોનિકા ઓ માય ડાર્લિંગ પરથી લેવામાં આવ્યું છે. ફિલ્મનું નિર્દેશન વાસન બાલા કરી રહ્યા છે. જેણે અગાઉ મર્દ કો દર્દ નહિ હોતા બનાવી હતી. હમ દો હમારે દો, બધાઇ દો જેવી ફિલ્મોનું રાજકુમારે હાલમાં જ શુટીંગ પુરૂ કર્યુ છે. આ બંને ફિલ્મમાં તેની સાથે ભુમિ છે.

(9:54 am IST)