ફિલ્મ જગત
News of Wednesday, 5th May 2021

રૂપલ ત્યાગી મારી બહેન જેવી છેઃ મોનીકા ચૌહાણ

અભિનેત્રી મોનીકા ચોૈહાણ હાલમાં દંગલના ટીવી શો રંજૂ કી બેટીયામાં કામ કરી રહી છે. સામાન્ય રીતે એવું કહેવાતું હોય છે કે કોઇપણ શોના મુખ્ય કલાકારો વચ્ચે દોસ્તી હોતી નથી, કારણ કે તેમની વચ્ચે સતત સ્પર્ધા થતી હોય છે. પરંતુ અભિનેત્રી મોનિકા ચોૈહાણ અને રૂપલ ત્યાગી કે જે બંને રંજૂ કી બેટીયામાં કામ કરી રહી છે તે આ વાતને ખોટી પાડે છે. આ બંને ટીવી શોમાં રીના કપૂર અને અયુબ ખાનની દિકરીઓના રોલમાં જોવા મળી રહી છે. મોનીકા કહે છે રૂપલ મારી બહેન અને ડાન્સીંગ પાર્ટનર જેવી છે. આ શોમાં સાથે કામ કરીને અમારી વચ્ચેનું બંધન મજબૂત થઇ ગયું છે. અમે એક બીજાની સાથે ખુબ આરામદાયક અનુભવ કરીએ છીએ. શોમાં બુલબુલ અન્યાય પસંદ કરતી નથી અને ગુસ્સે થઇ જાય છે. જ્યારે શાલુ શાંત છે અને બધુ વ્યવહારીક રૂપે જુએ છે. અમે ઓફ સ્ક્રીન પણ એક બીજાની સાથે સારી રીતે રહીએ છીએ. અમારા સિન પણ સ્વાભાવીક હોય છે. રૂપલને હું કઇ કહુ એ પહેલા જ તે સમજી જાય છે.

(9:54 am IST)