ફિલ્મ જગત
News of Wednesday, 5th May 2021

બિગ બોસ ફેમ નિક્કી તંબોલીના ભાઇનું કોરોનાને કારણે નિધન : ભાવુક થઇ અભિનેત્રી

નિક્કીએ ભાઇના ફોટોઝ સાથે એક ઇમોશનલ પોસ્ટ પણ લખી છે

મુંબઇ,તા.૫: ટેલીવિઝન રિયાલિટી શો 'બિગબોસ ૧૪' દ્વારા ચર્ચામાં છવાયેલી અભિનેત્રી નિક્કી તંબોલીએ પોતાના ભાઇને ગુમાવ્યો છે. ભાઇનું નિધન કોરોના વાયરસને કારણે થયું છે. આની માહિતી એકટ્રેસે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી છે. નિક્કીએ ભાઈના ફોટોઝ સાથે એક ઇમોશનલ પોસ્ટ પણ લખી છે. જણાવવાનું કે થોડાક દિવસો પહેલા જ નિક્કી તંબોલીએ ભાઇના સ્વાસ્થ્ય માટે અને જલ્દી સાજો થઈને ઘરો આવવા માટે પૂજા કરાવી હતી.

નિક્કી તંબોલીએ ભાઇ સાથે પોતાની તસવીર શેર કરવાની સાથે એક ઇમોશનલ પોસ્ટ પણ લખી છે. તેણે લખ્યું, 'અમારામાંથી કોઇ નહોતું જાણતું કે ભગવાન આદે સવારે તારું નામ લેશે. જીવનમાં અમે તને દ્યણો પ્રેમ કર્યો, મૃત્યુ પછી પણ કરતા રહેશું. તને ગુમાવ્યા પછી અમારું દિલ તૂટી ગયું છે. તું એકલો નથી ગયો, પોતાની સાથે અમારો પણ એક ભાગ લઈને ગયો છે. જે દિવસે ભગવાને તને અમારા દ્યરે મોકલ્યો, તે અમારી માટે સ્મૃતિઓ છોડી.'

નિક્કીએ લખ્યું કે તારો પ્રેમ હજી પણ અમને ગાઇડ કરશે. અમે તને નહીં જોઇ શકીએ, પણ અમને ખબર છે કે તું હંમેશાં અમારી સાથે ઊભો રહીશ. અમારા પરિવારની ચેન તૂટી ગઈ છે, કંઇપણ પહેલા જેવું નથી લાગી રહ્યું. જયારે ભગવાન એક-એક કરીને આપણને બધાને બોલાવશે તો ત્યાં આપણે આપણી ચેઇન ફરી બનાવશું.

નિક્કીએ આગળ લખ્યું, 'તે તો અમને છેલ્લું ફેરવેલ આપવાની પણ તક ન આપી. ગુડબાય સુદ્ઘા કહેવા ન દીધું. તું ચાલ્યો ગયો, જયારે સુધી અમને ખબર પડી શકે. ફકત ભગવાન જ જાણે છે કેમ. તને અમે મિલિયન્સ ટાઇમ્સ મિસ કરીશું, તારી માટે રડીશું. કાશ, ફકત પ્રેમ તને બચાવી શકયું હોત તો તું અમને છોડીને આ રીતે ન ગયો હોત. આપણે કયારેક ફરી મળશું. હું ભગવાનનો આભાર માનું છું કે તેમણે તને મારો ભાઈ બનાવ્યો. જયારે તું આ ધરતી પર હતો. તું હંમેશાં મારી પ્રાર્થનાઓમાં અને મનમાં રહીશ. ભગવાન તારી આત્માને શાંતિ આપે. દાદા, હું તમને ખૂબ જ મિસ કરીશ.

(9:55 am IST)