ફિલ્મ જગત
News of Wednesday, 5th May 2021

મુંબઇની બહાર વાપીના રિસોર્ટમાં શરૂ થયું તારક મેહતાનું શૂટિંગ

શૂટ બાયો બબલ બનાવીને કરવામાં આવી રહ્યુ છે

મુંબઇ,તા. ૫:મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગૂ પાડવામાં આવ્યા પછી જયાં કેટલાક ટીવી શોના પ્રોડ્યૂસર્સે જુદા શહેરોમાં જઇને શૂટ કરવાનો નિર્ણય લીધો તો કેટલાક ટીવી શોઝે પોતાનું શૂટિંગ અટકાવી દીધું. તારક મેહતા કા ઊલ્ટા ચશ્માના મેકર્સે પણ શૂટ હોલ્ડ પર રાખ્યું હતું, જેથી આખી કાસ્ટ અને ક્રૂને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બધા વિચારી રહ્યા હતા કે કેવી રીતે બધું સામાન્ય થાય અને તે બધાં કામ પર પાછા જઇ શકે.

હવે ચર્ચા છે કે, 'તારક મેહતા કા ઊલ્ટા ચશ્મા'નું શૂટિંગ શરૂ થઈ રહ્યું છે. શોના પ્રોડ્યૂસર આસિત મોદીએ મુંબઇની બહાર જઇને શૂટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે જેથી દર્શકો એન્ટરટેઇન થતાં રહે.

આસિત મોદીએ જણાવ્યું કે આખી ટીમ સાથે મુંબઇની બહાર વાપી નજીકના એક રિઝોર્ટમાં બાયો બબલ બનાવીને શૂટ કરી રહ્યા છે. આસિત મોદીએ જણાવ્યું કે બહારથી કોઇપણ વ્યકિતનું આવવું-જવું બંધ છે. અને તે આખી ટીમ સાથે જરૂરી વસ્તુઓ સાથે અને સંપૂર્ણ તૈયારી કરીને આવ્યા છે. આસિત મોદીએ જણાવ્યું કે જો મુંબઇથી કોઇ આર્ટિસ્ટ કે ટીમ મેમ્બર આવે પણ છે તો તેણે કોરોના માટે RT-PCR ટેસ્ટ કરાવીને આવવું પડશે.

આસિત મોદીએ જણાવ્યું કે તે અને આખી ટીમ મળીને એક-બીજાને સપોર્ટ કરી રહ્યા છે. સેટ પર ખૂબ જ ઓછા ક્રૂ મેમ્બર્સ લાવવામાં આવ્યા છે. નાના-મોટા કામ બધા કલાકાર સાથે મલીને કરી લે છે. આસિત મોદીએ કહ્યું કે તેમની આખી ફેમિલી મુંબઇમાં છે, પણ તે ત્યાં શૂટ પર શોના કલાકારો સાથે રહી રહ્યા છે. આ પણ તેમની ફેમિલી છે. તે બધાનું ધ્યાન રાખી રહ્યા છે.

આસિત મોદી પ્રમાણે તેમનું મન નહોતું માનતું કે તે આખી ટીમ સાથે શહેરની બહાર જઇને શૂટ કરે અને તેમનો જીવ જોખમમાં મૂકે, પણ ટીમે તેમને હિંમત આપી. ત્યારે આસિત મોદીએ નિર્ણય લીધો કે તે શોના કલાકારો સાથે આઉટડોર શૂટ કરશે. જો કે, હજી એ સ્પષ્ટ નથી કે સેટ પર સીનિયર કલાકાર જેમ કે નટ્ટૂ કાકા એટલે કે ઘનશ્યામ નાયકનું કમબેક થશે કે નહીં.

(9:56 am IST)