માઇક્રો બાયોલોજીસ્ટના રોલમાં દેખાશે ઉર્વશી
અભિનેત્રી ઉર્વશી રાઉતેલા તેની સુંદરતાને કારણે પણ સતત ચર્ચામાં રહે છે. તે હિન્દી ઉપરાંત સાઉથની ફિલ્મો પણ કરી રહી છે. હવે તે તમિલ ફિલ્મમાં જોવા મળવાની છે. આ માટે તેણે તમિલ ભાષા બોલતાં શીખી લીધી છે. તે કડકડાટ આ ભાષા બોલી શકે છે. હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને તેણે કહ્યું હતું કે મારી પહેલી તલિમ ફિલ્મ છે જેમાં કામ કરવા માટે હું આતુર છું. આ ફિલ્મને એક કરતાં વધુ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. તમિલ ઉપરાંત મલયાલમ, તેલુગુ, હિન્દી અને કન્નડ ભાષામાં આ ફિલ્મ આવશે. જેમાં હું માઇક્રોબાયોલોજિસ્ટની ભૂમિકા ભજવી રહી છું. ફિલ્મના શુટીંગ માટે તે રમણીય હિમાચલ પ્રદેશ ગઇ હતી. એ પછી ચેન્નઇમાં શુટીંગ થયું હતું. ઉર્વશી કહે છે આ મારા માટે જિંદગીની એક ખાસ ફિલ્મ બની રહેવાની છે.