ફિલ્મ જગત
News of Thursday, 5th August 2021

છ શકમંદોમાંથી એક ભુમિકા પ્રતિકની

ગુજરાતી નાટકો અને ફિલ્મો થકી અભિનય કારકિર્દી શરૂ કરનાર પ્રતિક ગાંધીને ડિજીટલ પ્લેટફોર્મની વેબ સિરીઝ સ્કેમને કારણે રાતોરાત સ્ટારડમ મળી ગયું છે. હવે તે ધડાધડ બોલીવૂડની ફિલ્મો અને નવી નવી વેબ સિરીઝ કરી રહ્યો છે. તેની એક વેબ સિરીઝ સિકસ સસ્પેકટસ પણ આવી રહી છે. જે ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે એ ફાઇનલ થઇ ગયું છે. આ વેબ-સિરીઝમાં પ્રતિક ગાંધી સાથે આશુતોષ રાણા અને રિચા ચઢ્ઢા પણ જોવા મળશે. યુપીની વાત કરતા આ શોમાં પ્રતિક ગાંધી આશુતોષ રાણાના દિકરાના રોલમાં જોવા મળશે. એક પાર્ટીમાં ખૂન થઇ જાય  છે અને એ પછી તપાસનો ધમધમાટ શરૂ થાય છે છ લોકો શંકાના દાયરામાં આવી જાય છે. જેમાં એક પ્રતિકનું પાત્ર પણ સામેલ છે. પ્રતિક ગાંધીએ ગયા ડિસેમ્બરમાં 'સ્કૅમ ૧૯૯ -ધી હર્ષદ મહેતા સ્ટોરી' નામની વેબ સિરીઝ કરી હતી. વચ્ચે તેની ગુજરાતી સિરીઝ વિઠ્ઠલ તીડી આવી હતી. તેમાં પણ તેણે જમાવટ કરીહતી. સિકસ સસ્પેકટ્સ સિવાયની વધુ એક સિરીઝ ડિસેમ્બરમાં આવશે.

(10:28 am IST)