ફિલ્મ જગત
News of Saturday, 5th September 2020

46 વર્ષીય કરિશ્‍મા કપૂરની સુંદરતા આજે પણ યથાવતઃ અભિનેત્રી ફોટા સોશ્‍યલ મીડિયામાં શેર કર્યા

નવી દિલ્હી: કરિશમા કપૂર બોલીવુડની જાણીતી અભિનેત્રીઓમાંથી એક છે. લોલોના નામથી જાણીતી 46 વર્ષીય આ એક્ટ્રેસની સુંદરતા આજે પણ યથાવત છે. રેમ્પ વોકથી લઇને ગ્લેમરસ પાર્ટિઓમાં કરિશ્માની ચમકતી સ્કીન દરેકને આકર્ષિત કરે છે. ઉંમરના ચાર દાયકામાંથી પસાર થઇ ગઇ છે કરિશ્મા, આજે પણ ખુબ જ યંગ અને સુંદર દેખાઇ રહી છે. આવો જોઇએ, તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવેલી કેટલીક તસવીરો...

કરિશ્માએ ઇન્સ્ટાગ્રામ પર તેની એક તસવીર શેર કરી છે. જેમાં તે તેના ઘરની બાલકનીમાં બેઠી જોવા મળી રહી છે.

તસવીરમાં કરિશ્માને બ્લેક ટી-શર્ટ અને બ્લૂ જીન્સમાં જોઇ શકાય છે. તસવીર શેર કરવાની સાથે કરિશ્માએ આ પણ જણાવ્યું કે ઘણાં લાંબા સમય બાદ જીન્સ પહેરીને તે ઘણી ખુશ છે.

આ ફોટોઝને કરિશ્માના હજારો ચાહકોએ રીપોસ્ટ કરવાની સાથે તેની ખુબજ પ્રશંસા કરી હતી.

કરિશ્માની આ તસવીરો પર તેના ચાહકો સતત કોમેન્ટ કરી રહ્યાં છે અને તેને લાઇક્સ પણ કરી રહ્યાં છે.

કરિશ્મા ફિટનેસની સાથે ફેશનની દુનિયામાં પણ છવાયેલી રહે છે. તેનો અંદાજ ટીવી પર આજે પણ અન્ય એક્ટ્રેસેસથી અલગ અને ખુબજ ગ્લેમરસ છે.

(4:26 pm IST)