ચાહકોનો આભાર વ્યક્ત કર્યો સામંથાએ
અભિનેત્રી સામંથા રૂથ પ્રભુના બોલીવૂડમાં પણ અસંખ્ય ચાહકો છે. હાલમાં જ તેની ફિલ્મ યશોદા રિલીઝ થઇ છે જેને ખુબ પ્રેમ અને સમર્થન મળ્યા હોવાથી સામંથાએ ચાહકોનો આભાર વ્યક્ત કર્યો છે. યશોદા બે અઠવાડીયા પહેલા જ સિનેમાઘરોમાં તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ અને હિન્દી સહિત પાંચ ભાષામાં આ પેન ઇન્ડિયા ફિલ્મ રિલીઝ થઇ છે. જેનુંનિર્દેશન હરિ હરિશે કર્યું છે. સામંથાએ ચાહકોનો આભાર માનતાં લખ્યું હતું કે પ્રિય દર્શકો યશોદા માટે તમારી પ્રસંશા અને પ્રેમ એ સોૈથી મોટી ભેટ છે. સિનેમા હોલમાં ચાહકોની સીટીઓ સાંભળવી એ આનંદની વાત છે. તેણે આ ફિલ્મના નિર્માણમાં સામેલ દરેકનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. હાલના રિપોર્ટ મુજબ યશોદા સામંથા રૂથ પ્રભુની કારકિર્દીની વધુ એક હિટ ફિલ્મ બની છે. સામંથાએ આ ફિલ્મમાં સરોગેટ માતાની ભૂમિકા ભજવી છે. જેમાં તેણે એક્શન દ્રશ્યો પણ ભજવ્યા છે. તેના આ દ્રશ્યો બધાને હેરાન કરી દે તેવા છે. આગામી સમયમાં સામંથા વિજય દેવરકોંડા સાથે જોવા મળશે.