સોનાક્ષી અને હુમાને મજા પડી ગઇ હતી
કોઇના શરીર પર કોમેન્ટ કરવી એ આજના સમયમાં સામાજિક સમસ્યા છે. નિર્દેશક મુદ્દસર અઝિઝ કંઇક આવા જ વિષય પર ફિલ્મ ‘ડબલ એક્સએલ' બનાવી રહ્યા છે. જેમાં સોનાક્ષી સિન્હા અને હુમા કુરેશી મુખ્ય ભુમિકામાં છે. સોનાક્ષીએ કહ્યું હતું કે હું અને હુમા એક દિવસ સાથે બેઠા હતાં ત્યારે મુદ્દસરે અમને લઇને ફિલ્મ બનાવવાનો વિચાર રજુ કરી સ્ક્રિપ્ટ પણ તૈયાર કરાવી હતી. કામ શરૂ થયું ત્યારે અમે પાતળી પરમાર બની ગઇ હતી. આ ફિલ્મના રોલને ન્યાય આપવા અમારે પહેલા પંદર કિલો અને પછી વીસ કિલો વજન વધારવું પડયું હતું. હું અને હુમા બંને એક નંબરની ખાધોડકી છીએ, આ કારણે અમને તો ખુબ મજા આવી ગઇ હતી. સોનાક્ષી અગાઉ પોતાના વધુ પડતાં વજનને લીધે સોશિયલ મિડીયા પર અનેકવાર ટ્રોલ થઇ ચુકી છે. હવે આ વિષય પર જ ફિલ્મ બની છે અને તેમાં હિરોઇન પણ તે અને હુમા છે. હુમાને પણ પોતાના વજનદાર શરીર માટે ઘણું સહન કરવું પડયું હતું.