ફિલ્મ જગત
News of Wednesday, 6th July 2022

એ ક્ષણ મારા માટે અદ્દભુત હતીઃ ફરદીન

ફિરોઝ ખાનના પુત્ર ફરદીન ખાને બોલીવૂડમાં ધમાકેદાર શરૂઆત કરી હતી અને ચાહકોનો સમુહ પણ બનાવ્‍યો હતો. પરંતુ સમય જતાં તે બોલીવૂડથી સાવ દૂર જતો રહ્યો હતો. પ્રારંભે તે સ્‍ટારસન તરીકે જમીન પર પગ નહોતો મુકતો. પણ પિતાના મૃત્‍યુ પછી તે લડન જતો રહ્યો હતો. ત્‍યાં બે સંતાનનો પિતા બન્‍યા પછી અચાનક મુંબઇની યાદ આવતાં તે ફરી મુંબઇ આવી ગયો છે અને ફરીથી બોલીવૂડમાં એન્‍ટ્રી કરી છે. એકવીસ વર્ષ પછી તે હવે વિસ્‍ફોટ નામની ફિલ્‍મ કરી રહ્યો છે. તે કહે છે આટલા વર્ષો પછી શુટીંગના પહેલા દિવસની ક્ષણ મારા માટે અદ્દભુત હતી. મુંબઇ આવીને ઇન્‍ડસ્‍ટ્રીના લોકોને મળવાનું ચાલુ કર્યુ હતું. એ વખતે નિર્માતા સંજય  ગુપ્‍તાને મારો હાલનો દેખાવ ગમી જતાં તેણે મને વિસ્‍ફોટની કહાની વાંચવા આપી હતી ત્‍યારે મને લાગ્‍યું કે આ કામ ઉપરવાળાએ મારી પાસે મોકલ્‍યું છે. આ ફિલ્‍મમાં રિતેશ દેશમુખ પણ છે. ફરદીન કહે છે આટલા વર્ષો પછી ફિલ્‍મોમાં કામ મળવાથી હું ખુશ છું.

(10:35 am IST)