ફિલ્મ જગત
News of Tuesday, 6th December 2022

તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍માની સોનુ એટલે કે નિધિ ભાનુશાળી નવા લુક અને ગ્‍લેમરસ અંદાજને લઇને સોશ્‍યલ મીડિયામાં છવાઇ

હરવા-ફરવાની શોખીન અને પોતાની તસ્‍વીરોને લઇ હંમેશા લાઇમ લાઇટમાં રહેતી નિધિ ભાનુશાળી

મુંબઇઃ તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મામાં સોનુનો રોલ કરનારી નિધિ ભાનુશાળી હંમેશા સોશ્‍યલ મીડિયામાં એક્‍ટીવ રહે છે. હાલ પોતાના નવા લુકને લઇને તસ્‍વીરો સાથે છવાઇ ગઇ છે. નાકમાં વાળી અને નાના હેરકટને લઇ ફેન્‍સ તેની તસ્‍વીરો પર ફીદા થયા છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની જૂની સોનુ એટલે કે નિધિ ભાનુશાળી પોતાના લુક અને બોલ્ડ સ્ટાઇલને લઇને છવાયેલી રહે છે. હવે નવા લુકમાં આ હસીનાની ચર્ચા ખૂબ થઇ રહી છે. ચાલો જોઇએ નિધિની એવી 5 તસવીરો જેમાં તેને જોઇ તમે ડઘાઇ જશો. 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને નિધિ ભાનુશાળીએ પહેલાં જ છોડી દીધો છે પરંતુ તેમછતાં તેની ચર્ચા આજે પણ ખૂબ થઇ રહી છે. આજે પણ લોકો તેને જૂની સોનું નામાથી વધુ જાણે છે અને આ જૂની સોનું પોતાના અંદાજને લઇને છવાયેલી રહે છે. 

નિધિ ભાનુશાળી ખૂબ સ્ટાઇલિશ અને ગ્લેમરસ છે જોકે પોતાની સ્ટાઇલ સાથે એક્સપેરીમેન્ટ કરવાનું ખૂબ ગમે છે. હાલ પોતાના નવા લુકને લઇને ખૂબ છવાયેલી છે. નાકમાં વાળી, અને નાના વાળ નિધિને આ રીતે જોઇ તેમ્ના ફેન્સ આધાતમાં સરી પડ્યા છે. 

નિધિ ભાનુશાળીને આ ફોટામાં જોઇને એક નજરે ઓળખવી મુશ્કેલ થઇ રહ્યું છે. શોથી એક એકદમ અલગ જોવા મળી રહી છે. તેમની આ સ્ટાઇલ તો લોકોને ગળે ઉતરતી નથી. તેને જોઇને લાગી રહ્યું છે કે તેમણે લિપ સર્જરી પણ કરાવી છે. 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો બાદથી નિધિ કોઇ બીજા શોમાં પણ જોવા મળી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર પોતાના વીડિયો અને ફોટોના લીધે તે લાઇમલાઇટમાં રહે છે. 

હરવા ફરવાની શોખીન નિધિ ભાનુશાળી મોટાભાગે વેકેશનના ફોટા અને વીડિયો શેર કરે છે અને ફેન્સ તેમના ફોટાને જુએ છે. હાલ તેમનો આ નવો લુક લોકોને ગમી રહ્યો નથી. 

(5:39 pm IST)