ફિલ્મ જગત
News of Friday, 7th May 2021

ફરી વખત એકશન થ્રિલર ફિલ્મ માટે કેટરીના તૈયાર

અભિનેત્રી કેટરીના કૈફ પોતાના અભિનય, સુંદરતા અને મુસ્કાનને કારણે અસંખ્ય ચાહકોના દિલમાં સમાયેલી છે. કેટરીનાએ બોલીવૂડની અનેક સુપરહિટ ફિલ્મો કરી છે. હવે તે સિધ્ધાર્થ આનંદની ફિલ્મમાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં તેની સાથે સાઉથ સુપરસ્ટાર પ્રભાસ રોમાન્સ કરશે તેવી ચર્ચા છે. સિધ્ધાર્થએ પ્રભાસને ફિલ્મની કહાની સંભળાવી હતી જે તેને ગમી હતી. ફિલ્મની પટકથા સાંભળ્યા પછી તેણે કામ કરવાની હા કહી છે. એકશન થ્રિલર પ્રકારની આ ફિલ્મને ખુબ મોટા બજેટ સાથે બનાવાશે. કેટરીના અગાઉ સિધ્ધાર્થની સાથે બૈંગ બૈંગમાં કામ કરી ચુકી છે. હાલમાં સિધ્ધાર્થ શાહરૂખ ખાન અને દિપીકા પાદુકોણની ફિલ્મ પઠાણનું કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું કામ પુરૂ કર્યા પછી કેટરીના-પ્રભાસ સાથેની ફિલ્મ શરૂ કરશે. પ્રભાસ હાલમાં પ્રશાંત નિલના નિર્દેશનમાં બની રહેલી સાલારનું કામ કરી રહ્યો છે. જેમાં શ્રુતિ હાસન છે.

(10:03 am IST)