રણબીર કપૂર અને વાણી કપૂરની આગામી ફિલ્મ શમશેરાનું બીજું ગીત રિલીઝ થયું : ગીતમાં બંન્નેની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી
ગીત રણના જબરજસ્ત લોકેશન પર શુટ કરાયું : ગીતને અરજીત સિંહ અને નીતી મોહને પોતાનો અવાજ આપ્યો
મુંબઈ તા. 07 : રણબીર કપૂર અને વાણી કપૂરની આગામી ફિલ્મ શમશેરાનું બીજું ગીત રિલીઝ થયું છે. , આ પહેલા ફિલ્મનું ગીત હુઢુર રિલીઝ કરવામાં આવ્યું હતુ. જેને ચાહકોએ ખુબ પસંદ કર્યું હતુ. આ ગીત રેગિસ્તાનના શાનદાર લોકેશન પર શુટ કરવામાં આવ્યું છે. અને રણબીર અને વાણીના આ ગીતને ચાહકો તરફથી ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે,
ફિતૂર ગીતનો વીડિયો રણબીર અને વાણી બંન્ને વચ્ચેની પ્રેમની સ્ટોરી દર્શાવે છે, આ ગીત રણના જબરજસ્ત લોકેશન પર શુટ કરવામાં આવ્યું છે, આ ગીતને અરજીતસિંહ અને નીતી મોહને પોતાનો અવાજ આપ્યો છે, સુદીપ જયપુરવાલાએ એડિશન વોકલ આપ્યું છે, ગીતને કંપોઝ મિથુન દ્વારા કરવામાં આવ્યું છે અને રણબીર અને વાણીના આ ગીતને ચાહકો તરફથી ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, રણબીર કપૂર અને સંજય દત્તની ફિલ્મ 'શમશેરા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં સંજય દત્તનો ભયાનક લુક અને સ્ટાઈલ જોઈને ફેન્સ હેરાન થઈ ગયા છે, ત્યારે બીજી એક વાત પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. 'શમશેરા'ના ટ્રેલરમાં ઘણા સીન જોઈને તમને કેટલીક જૂની ફિલ્મો યાદ આવી જશે.
આ ફિલ્મને યશ રાજ ફિલ્મસ પોતાના બેનર હેઠળ નિર્માણ કર્યું છે. કરણ મલ્હોત્રાએ તેનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મ જોવા માટે ફેન્સ રાહ જોઈ રહ્યા છે.રણબીર કપૂરની બે બેક ટુ બેક ફિલ્મો રિલીઝ થવા માટે તૈયાર છે. પહેલી ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જીની બ્રહ્માસ્ત્ર અને બીજી ફિલ્મના ડાયરેક્ટર કરણ મલ્હોત્રાની શમશેરા છે. બ્રહ્માસ્ત્રનું ટ્રેલર અને તેમાં એક્ટરનો લુક તેની અન્ય ફિલ્મોની જેમ જ છે. પરંતુ શમશેરામાં રણબીર કપૂર ડાકુ બનીને અત્યાર સુધીના સૌથી અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. લાંબા વાળ ઊની કાપડના કપડાં, હાથમાં બંદૂક સાથે ઘોડા પર સવાર રણબીરનો આ ડાકૂનો લુક ઘણો રસપ્રદ લાગી રહ્યો છે.