સારાના ઘરગથ્થુ નુસ્ખા બનાવે છે તેને દેખાવડી
સારા અલી ખાને ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરતાંની સાથે જ પોતાનું સ્થાન બનાવી લીધું છે. સારાના અભિનયની સાથો સાથ તેની ખુબસુરતીના વખાણ પણ લાખો ચાહકો કરતાં રહે છે. સોશિયલ મિડીયા પર સારા સતત પોતાની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. પોતાની સુંદરતાની બાબતમાં તેણે ચાહકોને પાગલ બનાવી રાખ્યા છે. સારા અલી ખાન પોતાને ચહેરાને સતત સુંદર, ચમકીલો રાખવા માટે કોઇ મોંઘીદાટ ટ્રીટમેન્ટ લેતી નથી, પરંતુ ઘરગથ્થુ નુસ્ખા અજમાવે છે. સારાએ અનેક વખત ચહેરાને ખુબસુરત બનાવવાના નુસ્ખા ચાહકો સમક્ષ રજૂ કર્યા છે. સારા કહે છે ચહેરાની ચામડીને પોષણ આપવા માટે હુ નાસ્તામાંથી વધેલા ફળોનો ઉપયોગ કરુ છું. ઘરમાં પડેલી બદામ અને મધનો ઉપયોગ પણ હું કરતી રહુ છું. બજારની કોઇ પ્રોડકટનો ઉપયોગ કરતી નથી. દાદીમા શર્મિલા ટાગોર પાસેથી મને હમેંશા બ્યુટી ટીપ્સ મળતી રહે છે. આ ઉપરાંત ફિટ રહેવા માટે ભરપુર ઉંઘ અને ખુબ પાણીની જરૂરીયાત રહે છે. આ કારણે જ સારાની સુંદરતા પર સોૈ કોઇ ફીદા થતું રહે છે.