ફિલ્મ જગત
News of Monday, 7th September 2020

જતીન વધુ એક વેબ સિરીઝમાં

રોજબરોજ ઓટીટી પ્લેટફોર્મ પર નવા-નવા કન્ટેન્ટ સાથેની વેબ સિરીઝ અને ફિલ્મો તથા બીજા શોનો ઢગલો થતો રહે છે. આ પ્લેટફોર્મ પરનો દર્શક વર્ગ પણ પોતે ઇચ્છે એવું મનોરંજન મેળવી રહ્યો છે. કોરોના કાળ ઓટીટી પ્લેટફોર્મને જબરદસ્ત ફળ્યો છે. અમુક કલાકારો પણ એવા છે જેને વેબ સિરીઝને કારણે જ ઓળખ મળી છે. ડિયર ફ્રેન્ડ, દરબાર, સોનચિડીયા, ઓ તેરી સહિતની ફિલ્મોમાં અભિનય દેખાડી ચુકલો જતીન સરના એવો કલાકાર છે જેને તેના નાટકો કે બીજી ફિલ્મોને કારણે નહિ પણ સુપરહિટ વેબ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ'ના તેના બંટીના પાત્રને કારણે લોકો વધુ ઓળખતા થયા છે. જતિનને આ કારણે હવે વધુને વધુ કામ ડિજીટલ પ્લેટફોર્મ પર મળી રહ્યું છે. હવે પછી તે એકતા કપૂરના અલ્ટ બાલાજીની પોલિટિકલ મિસ્ટ્રી એવી 'બ્લેક એન્ડ વ્હાઇટ' નામની સિરીઝમાં જોવા મળશે. આ સિરીઝમાં સુમિત વ્યાસ મુખ્ય રોલમાં છે. તે અગાઉ ટીવીએફ ટ્રીપલીંગ, પરમેનન્ટ રૂમમેટ્સ સહિતના શો કરી ચુકયો છે. સાથે ટીના સિંહ, નિધી સિંહ, સંજય સ્વરાજ, અબિગૈલ સહિતના કલાકારો પણ છે.

 

(9:58 am IST)