ફિલ્મ જગત
News of Monday, 7th September 2020

એ કામ પડકાર જનક હતું: પેરિન માલ્દે

આનંદ સાગરનો શો રામાયણ હાલમાં દંગલ ચેનલ પર ફરીથી પ્રસારીત થઇ રહ્યો છે. જેમાં લવ અને કુશની ભુમિકા પેરિન માલ્દે તથા ઋષભ શર્માએ નિભાવી છે. ૯ અને ૧૧ વર્ષના આ બાળકોએ આ રોલ નિભાવ્યા હતાં. લવ-કુશ રાક્ષસોનો પીછો કરે છે અને સ્વર્ણ કમળ શોધવા જાય છે તેના દ્રશ્યોનું શુટીંગ વડોદરાના સેટ પર થતું હતું. ત્યાં દિવસભર સખત ગરમી થતી હતી. પેરિન કહે છે-દ્રશ્યોને અસલી લોકેશન પર શુટ કરવામાં આવતાં હતાં. જંગલ અને શુષ્ક ક્ષેત્રોમાં ચાલીસ-પિસ્તાલીસ ડિગ્રી તાપમાનમાં શુટીંગ થતું હતું. અમે શરીરે ધોતીયુ અને એક કપડુ જ પહેર્યા હતાં. સેટ પર શુટીંગનું એક દ્રશ્ય પુરૂ થતાં જ મારી માતા મને ભીના ટુવાલમાં લપેટી લેતી હતી. પગમાં ચપ્પલ પણ અમારે પહેરવાના નહોતાં. જંગલોમાં ઉઘાડા પગે જ શુટીંગમાં ભાગ લેવાનો હતો. એ ખુબ જ પડકારજનક કામ હતું. જો કે સેટ પર ડોકટરની વ્યવસ્થા રાખવામાં આવતી હતી. તેમજ સુરક્ષાનું પણ ધ્યાન રખાતુ હતું.  મેં મારા પાત્રને ન્યાય આપવા એ વખતે સખ્ત મહેનત કરી હતી. સેટ પર દરેક દિવસ રોમાંચક બની રહેતાં હતાં.

(9:58 am IST)