ફિલ્મ જગત
News of Tuesday, 8th September 2020

'ખાલી પીલી' ૨ ઓકટોબરે 'પે-પર-વ્યુ' ડિજિટલી રિલીઝ કરાશે

મુંબઇ,તા.૮: ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડે અભિનીત હિન્દી ફિલ્મ 'ખાલી પીલી' આવતી ૨ ઓકટોબરે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.

આ બંને કલાકારે આ સમાચારને આજે સોશિયલ મિડિયા પર સમર્થન આપ્યું છે.

આ ફિલ્મ પહેલા આ વર્ષના જૂનામાં રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના વાઇરસના રોગચાળાને કારણુ થિયેટરો હજી બંધ જ હોવાને કારણે નિર્માતાઓએ હવે એને 'પે-પર-વ્યુ' સેવા પુરી પાડતી. 'ઝી-પ્લેકસ' પર પ્રીમિયર તીરકે એકસકલુઝીવલી રિલીઝ કરશે.

અનન્યા પાંડેએ એનાં ઇન્સ્ટાગ્રામ પર આમ લખ્યું છે : ' મેડ રાઇડ કી સવારી કરની હૈ તો રેડી રેહને કા સેકન્ડ ઓકટોબર કો...'

રિલીઝની આ જાહેરાત સાથે કલાકરોએ આ ફિલ્મનું એક નવું ગીત પણ રિલીઝ કર્યું છે. જેના શબ્દો છે. 'બિયોન્સી શરમા જાયેગી.'

આ ગીતમાં લોકિંગ,પોપિગ, કથ્થક તેમજ અનેક ફોક ડાન્સને બતાવવામાં આવ્યા છે. આ ગીતને સર્કલ થીમ પર શૂટ કરવામાં આવ્યું છે.

એમાં રિંગ ડાન્સ અને ફાયર ડાન્સ જેવી અનેક કલાબાજીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે.  મકબૂલ ખાન દ્વારા દિગ્દર્શિત રોમેન્ટિક એકશન ફિલ્મ 'ખાલી પીલી'માં એક બમ્બૈયા સ્ટાઇલનો ટપોરી છોકરો જ્યારે એક રાતે એક છોકરીને મળે છે ત્યારે કેવા સંજોગો સર્જાય છે એ જોવા મળશે.

(11:43 am IST)