સ્વ. ગાયક કેકેને 'સુપરસ્ટાર સિંગર 2'માં જજ પેનલે આપી શ્રદ્ધાંજલિ
મુંબઈ: 'સુપરસ્ટાર સિંગર 2'ના જજ હિમેશ રેશમિયા, અલ્કા યાજ્ઞિક અને જાવેદ અલી સ્પર્ધકો સાથે દિવંગત ગાયક કેકેને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળશે. 'સુપરસ્ટાર સિંગર 2'ના સ્પર્ધકો મોહમ્મદ ફૈઝ, કેપ્ટન પવનદીપ રાજન, અરુણીતા કાંજીલાલ, સલમાન અલી, મોહમ્મદ દાનિશ અને સાયલી કાંબલે કેકેને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપતાં તેમના સદાબહાર ગીતો ગાશે.જાવેદ અલીએ કેકેનું પ્રખ્યાત ગીત 'તડપ તડપ કે ઇસ દિલ' ગાયું અને પોતાની શોક વ્યક્ત કરતા કહ્યું, "અમે માત્ર એક અદ્ભુત કલાકાર જ નહીં પરંતુ એક અતુલ્ય માનવી ગુમાવ્યા છે, જે હંમેશા અમારા હૃદયમાં જીવંત રહેશે." અલીએ કહ્યું, તે એક અદ્ભુત આત્મા હતો. તેમણે પેઢીઓને એક કરતાં વધુ શાનદાર ગીતો આપ્યા છે. તેમને ક્યારેય ભૂલી શકાય નહીં. તેમણે ગાયેલા ગીતો અને બોલિવૂડમાં તેમનું યોગદાન હંમેશા આપણી યાદોમાં રહેશે. કેકે અમે તમને યાદ કરીએ છીએ.