ઉર્વશી રૌતેલાને મળી તમિલની હિન્દી રિમેક
અભિનેત્રી ઉર્વશી રૌતેલાની ફિલ્મો ભલે સફળ રહેતી ન હોઇ પરંતુ તેના સોશિયલ મિડીયા પર એટલા ચાહકો છે કે તે સતત તેને આ માધ્યમથી ખુશ કરતી રહે છે. અવાર-નવાર હોટ અને બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરવા માટે જાણીતી ઉર્વશીએ તાજેતરમાં પારદર્શક ડ્રેસ સાથેની તસ્વીરો પોસ્ટ કરી આગ લગાડી દીધી હતી. તેના કાતિલ અંદાજે તેના ચાહકોના દિલ ધડકાવી દીધા હતાં. બ્લુ રંગના પારદર્શક શર્ટ અને સાથે કાળી બિકીનીમાં તે અત્યંત બોલ્ડ અને બ્યુટીફુલ દેખાઇ રહી હતી. ઉર્વશીના ખુલ્લા વાળ અને કાનમાં પહેરેલા એરીંગ તેની સુંદરતાને વધુ નિખારી રહ્યા હતાં. આ તસ્વીરને ચાહકો હાર્ટની અને ફાયરની ઇમોજી સાથે પસંદ કરી શેર કરી રહ્યા છે. ઉર્વશીની ફિલ્મ વર્જિન ભાનુપ્રિયા તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી. જો કે દર્શકોને ફિલ્મ ખાસ પસંદ પડી નહોતી. આમ છતાં તેની પાસે કામ ઓછુ થયું નથી. હવે તે તમિલ ફિલ્મ થિરૂટ્ટુ પેલે-૨ની હિન્દી રિમેકમાં કામ કરી રહી છે. વર્ષ ૨૦૧૭માં આવેલી આ ફિલ્મ સુપરહિટ રહી હતી.