ફિલ્મ જગત
News of Wednesday, 9th September 2020

લોકોને વધુને વધુ હસાવવાની શરમન જોષીની ઇચ્છા

શરમન જોષી એક એવું નામ જેને ચાહકો તેના કોમેડી રોલને કારણે વધુ ઓળખે છે. સ્ટાઇલ, ગોલમાલ, થ્રી ઇડિયટ્સ સહિતની ફિલ્મોમાં તેણે જે પાત્રો ભજવ્યા છે તે કાબીલેદાદ બન્યા છે. હાલમાં લોકડાઉનને કારણે સિનેમાહોલ બંધ હોઇ લોકો ઓનલાઇન પ્લેટફોર્મ પરથી ફિલ્મો, સિરીઝનું મનોરંજન મેળવી રહ્યા છે ત્યારે શરમને કહ્યું છે કે આ પ્લેટફોર્મ માટે વધુને વધુ કોમેડી ફિલ્મો બનવી જોઇએ. શરમન સ્વીકાર કરે છે કે અલગ-અલગ જોનરમાં કામ કરવું ગમે છે, પરંતુ કોમેડીને હું સોૈથી પહેલા ક્રમે રાખુ છું. લોકોને હું મારી ફિલ્મોથી વધુને વધુ હસાવવા ઇચ્છુ છું. લોકડાઉનમાં જો કે ભાગ્યે જ કોઇ કોમેડી ફિલ્મો કે સિરીઝ આવી છે. જુની કોમેડી ફિલ્મો અને શોનો અહિ ઢગલો પડ્યો છે. હું કોમેડી ફિલ્મો શોધી રહ્યો હતો જેને હું લોકડાઉનમાં જોઇ શકું. પરંતુ એવું મળ્યું નહિ. આથી ઇચ્છા છે કે હાલમાં ઓનલાઇન પ્લેટફોર્મ પર કોમેડીનો ડોઝ વધારવો જોઇએ.

 

 

(9:47 am IST)