ફિલ્મ જગત
News of Wednesday, 9th September 2020

ક્રાઇમ થ્રિલરમાં રાઇમા સેન

ઓટીટી પ્લેટફોર્મ પર સતત અલગ-અલગ વિષયો અને કહાનીઓ ધરાવતી એક પછી એક ફિલ્મો આવતી રહી છે. ઝી ફાઇવ પર આ મહિનામાં વધુ ચાર ફિલ્મો આવી રહી છે. જેમાં રોમાન્સ, થ્રિલર, ડ્રામા સહિતના જોનર જોવા મળશે.  અરેન્જ્ડ મેરેજ, અનામિકા, રૂલ્સ ઓફ ગેમ અને ડાયગ્નોસિસ ઓફ લવ નામની ફિલ્મો એક પછી એક રિલીઝ થશે. જે પૈકીની એક ફલ્મ ડાયગ્નોસિસ ઓફ લવનું નિર્દેશન મહેશ માંજરેકરે કર્યુ છે. આ ફિલ્મમાં રાઇમા સેન મુખ્ય રોલમાં છે. સાથે મહેશ માંજરેકર, રણવિજયસિંહ અને વૈભવ સહિતની ખાસ ભુમિકા છે. ક્રાઇમ થ્રિલર પ્રકારની આ ફિલ્મમાં એક ડોકટર (સર્જન) અને એક દર્દીની પ્રેમ કહાની છે. ચોવીસમી સપ્ટેમ્બરે આ ફિલ્મ સ્ટ્રીમ થશે. મહેશ માંજરેકરે કહ્યું હતું કે ડાયગ્નોસિસ ઓફ લવ એક ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે. જેમાં સર્જન અને દર્દી વચ્ચે કઇ રીતે પ્રેમકહાની  સર્જાય છે તેની વાત છે. તો સાથે ડ્રામા અને એકશનનો ડોઝ પણ છે. વિલન વગર કહાની કઇ રીતે પુરી થાય? એ પણ અહિ છે. આમ સંપુર્ણ મનોરંજક પેકેજ ઉપલબ્ધ છે.

(9:48 am IST)