ફિલ્મ જગત
News of Saturday, 9th October 2021

યુપીના પરંપરાગત ઉત્પાદનોને પ્રોત્સાહન આપશે કંગના રનૌત

મુંબઈ: ઉત્તરપ્રદેશ સરકાર તેની 'વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ' (ODOP) સ્કીમનું બ્રાન્ડિંગ આગળ વધારવાની યોજના બનાવી રહી છે. રાજ્યના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) મંત્રી સિદ્ધાર્થનાથ સિંહ અને અધિક મુખ્ય સચિવ (ACS) નવનીત સહગલે ગુરુવારે લખનઉમાં અભિનેત્રી કંગના રનૌત સાથે મુલાકાત કરી હતી. કંગનાને ODOP યોજનાની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવી છે. મંત્રીએ કહ્યું કે કંગનાએ રાજ્યમાં પરંપરાગત ઉદ્યોગોને પુનર્જીવિત કરવાના ઉદ્દેશથી શરૂ કરાયેલી યોજના માટે તેના સમર્થનની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે દરેક જિલ્લામાં વિશિષ્ટ રીતે ઓળખી શકાય તેવા ઉત્પાદનોની ઓળખ કરવામાં આવી છે. કારીગરોને અદ્યતન સાધનો પૂરા પાડવામાં આવ્યા છે અને તેમના ઉત્પાદનોનું આકર્ષક પેકેજિંગ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ સાથે જ ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ અને એમેઝોન સાથે વૈશ્વિક સ્તરે વેચવા માટે કરાર કરવામાં આવ્યા છે.

(5:26 pm IST)