ફિલ્મ જગત
News of Monday, 10th January 2022

એનટીઆરને ભાઇ સમાન ગણાવે છે રામ ચરણ તેજા

સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને જુનિયર એનટીઆર આગામી ફિલ્મ આરઆરઆરમાં એક સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મના ટ્રેલરે ચાહકોમાં ખુબ જ ઉત્સુકતા જગાવી છે. રામ ચરણે તાજેતરમાં જુનિયર એનટીઆરના વખાણ કરતાં કહ્યું હતું કે હું તેને ભાઇ સમાન માનુ છું અને તેની સાથે કામ કર્યુ એ માટે ભગવાનનો આભારી છું. એસ. એસ. રાજામૌલીની આ ફિલ્મમાં અજય દેવગણ અને આલિયા ભટ્ટ પણ છે.  રામ ચરણે રાજામોૈલી વિશે કહ્યું હતું કે તેમને હું ગુરૂ કહુ, હેડમાસ્તર કહું કે પ્રિન્સીપાલ કહું અથવા તો ગાઇડ કહું...તેણે મને મારી પહેલી હિટ ફિલ્મ અપાવી હતી. જુનિયર એનટીઆર આમ તો બાળક જેવો છે, પણ તેની પર્સનાલિટી સિંહ જેવી છે. તમારે તેમની સાથે થોડા સાવધ રહેવું પડે છે. એની સાથે કામ કરવા મળ્યું એ માટે હું ભગવાનનો આભારી છું.  તેની સાથેનો સંબંધ મારા જીવનના અંત સુધી કાયમ રહેશે.

(10:18 am IST)