ફિલ્મ જગત
News of Monday, 10th January 2022

હ્યુમનના ટ્રેલરે જન્માવી ઉત્સુકતા

 આગામી સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર આવી રહેલી વેબ સિરીઝમાં હ્યુમનની પણ ખુબ રાહ જોવાઇ રહી છે. ઉતાવળે કરાયેલા ડ્રગ પરિક્ષણના કારણોને દર્શાવતી આ સિરીઝમાં લાલચને કારણે નિર્દોષ લોકોની જીંદગી કઇ રીતે જોખમાય છે તે દર્શાવાયું છે. સિરીઝમાં માનવ જીવનના મુલ્ય, મેડિકલ પ્રેકટિસ, કલાસ ડિવાઇડ અને એક ઝડપી ચિકીત્સા વિજ્ઞાન જેવા સંમોહક વિષયોને આવરી લેવાયા છે. આ સિરીઝ સંક્રાતના તહેવારને દિવસે ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે. મેડિકલ થ્રિલર એવી આ સિરીઝમાં સસ્પેન્સ, થ્રિલર, હ્યુમન, દવાઓની દુનિયા અને હત્યા તેમજ રહસ્ય, વાસના, હેરફેર સહિતના મુદ્દા સાથે મનોરંજક કહાની જોવા મળશે. વિપુલ અમૃતલાલ શાહ અને મોજેજ સિંહ નિર્દેશીત આ સિરીઝમાં રાષ્ટ્રીય પુરષ્કાર વિજેતા સેફાલી શાહ, કિર્તી કુલ્હારી, વિશાલ જેઠવા, રામ કપૂર, સિમા બિશ્વાસ, આદિત્ય શ્રીવાસ્તવ, મોહન અગાસે સહિતના કલાકારો સામેલ છે. ટ્રેલર રિલીઝ થતાં ખુબ જ વાહવાહી થઇ છે.

(10:18 am IST)