News of Monday, 10th January 2022
ફિલ્મ ‘વિક્રમ વેધા’માંથી રિતિક રોશનનો સ્ટનિંગ લુક આવ્યો સામે
મુંબઈ: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને સુપરસ્ટાર રિતિક રોશન તેમની આગામી ફિલ્મ ‘વિક્રમ વેધા’ને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા સૈફ અલી ખાને ફિલ્મનું લખનૌ શેડ્યૂલ પૂરું કર્યું હતું અને હવે આજે મેકર્સે ફિલ્મનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ કર્યો છે. નિર્માતાઓએ સોમવારે ફિલ્મમાંથી હૃતિક રોશનનો ખૂબ જ ધમાકેદાર લુક રિલીઝ કર્યો, જેણે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા શરૂ કરી. રિતિકે પોતે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફર્સ્ટ લુક શેર કર્યો છે.
(3:06 pm IST)