News of Saturday, 10th July 2021
૧૫થી વધુ ફિલ્મો કરી છે : અદ્ભૂત ડાન્સર છે
સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુન ૧૦૦ કરોડના વૈભવી ઘરમાં રહે છે
હૈદ્રાબાદ તા. ૧૦ : તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુન દક્ષિણ ભારતીય સિનેમાનો સુપર સ્ટાર છે જે પોતાની વૈભવી લાઇફસ્ટાઇલ માટે જાણીતો છે.
હૈદ્રાબાદ સ્થિત જુબલી હિલ્સ સ્થિત તે ૧૦૦ કરોડ રૂપિયાના આલીશાન ઘરમાં રહે છે. સોશ્યલ મીડિયા પર આ ઘરની કેટલીક તસ્વીરો વાયરલ થઇ છે જે અચંબિત કરી દયે તેવી છે.
અલ્લુ અર્જુને ૨૦૦૩માં તેલુગુ ફિલ્મ ગંગોત્રીથી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. અત્યાર સુધી તેણે ૧૫ જેટલી ફિલ્મો કરી છે. અભિનય સાથે તે ડાન્સમાં પણ માસ્ટર છે.
અલ્લુએ ૨૦૧૧માં સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્રી અને એક પુત્ર છે.
અલ્લુ અર્જુનની ફિલ્મો (હિન્દી ડબ થયેલી) વિવિધ ટીવી ચેનલો પર ધૂમ મચાવી રહી છે.
(11:29 am IST)