ફિલ્મ જગત
News of Saturday, 10th July 2021

કરીના કપૂરે પોતાના પુત્રનો ફોટો સોશ્‍યલ મીડિયામાં શેર કરીને લખ્‍યુ... મારો વિકએન્‍ડ કંઇક આવો છે અને તમારો ? નાના પુત્રનો પ્રથમ વખત ફોટો વાયરલ

મુંબઇ: અભિનેત્રી કરીના કપૂર અને સૈફ અલી ખાન અત્યારે પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. બીજા પુત્રના જન્મ આપ્યા બાદ કરીના તેનું ધ્યાન રાખી રહી છે. તો બીજી તરફ સૈફ અલી ખાન પણ આ કામમાં પોતાની બેગમનો સાથ આપી રહ્યા છે. તમને જણાવી દઇએ કે કરીના અને સૈફએ હજુ સુધી પોતાના બીજા પુત્રના ચહેરાથી ફેન્સને રૂબરૂ કરાવ્યા નથી. ફેન્સ તેમનો ફોટો જોવા માટે બેચેન છે. આ દરમિયાન કરીનાએ એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તૈમૂર અને સૈફ અલી ખાન જોવા મળી રહ્યા છે. અભિનેત્રીનો આ ફોટો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે.

કરીના કપૂર ખાન એ સોશિયલ મીડિયા ફેન્સને સરપ્રાઇઝ આપી છે. તેમણે પોતાના બીજા પુત્રનો ફોટો શેર કરી યૂઝર્સની ઉત્સુકતા વધારી છે. જોકે આ તસવીરમાં તેમણે એકવાર ફરી પુત્રનો ચહેરો છુપાવ્યો છે. ફોટામાં તૈમૂર અને તેમનો નાનો ભાઇ રમવામાં વ્યસ્ત છે. તો બીજી તરફ સૈફ પોતાના લાડલાને જોઇ રહ્યા છે. જોકે આ ફોટામાં કરીના દેખાઇ રહી નથી.

તો બીજી તરફ ફોટો શેર કરતાં કરીનાએ કેપ્શન પણ લખી છે. તેમણે લખ્યું કે 'મારો વીકએન્ડ કંઇક આવો છે અને તમારો? ફોટાને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. કલાકમાં આ પોસ્ટને લાખો લાઇક્સ મળી ચૂકી છે. તમને જણાવી દઇએ કે થોડા દિવસ પહેલાં જ રણધીર કપૂરના એકાઉન્ટ પરથી એક બાળકનો ફોટો વાયરલ થયો હતો. પછી આ પોસ્ટ ડિલીટ પણ કરવામાં આવી. તે સમયે ખૂબ ચર્ચા થઇ હતી કે આ ફોટો નાના પુત્રનો છે.

ફેન્સની સાથે-સાથે દાદી શર્મીલા ટાગોરએ પોતાના પૌત્રને જોયો નથી. તેનો ખુલાસો ખુદ કરીનાએ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શર્મિલા દિલ્હીમાં છે અને દેશમાં વધી રહેલા કોરોનાના કારણ કે તે હજુ મુંબઇ ગઇ નથી. જેના લીધે તે બાળકને જોઇ શકી નથી. તો બીજી તરફ થોડા દિવસ પહેલાં નાના પુત્રને મળવા ઘણા બોલીવુડ સેલેબ્સ કરીનાના ઘરે પહોંચ્યા હતા. 

તમને જણાવી દઇએ કે કરીનાએ 21 ફેબ્રુઆરીના રોજ મુંબઇના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં બીજા પુત્રને જન્મ આપ્યો હતો, જેનું નામ અને ફોટા અત્યાર સુધી સામે આવી નથી. ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. ઘણા ફેન્સ અવાર નવાર કરીનાની પોસ્ટ પર ફોટાની ડિમાન્ડ કરતા જોવા મળે છે.

(4:26 pm IST)