ફિલ્મ જગત
News of Wednesday, 10th August 2022

સાક્ષી તનવર થઇ રહી છે અત્‍યંત ખુશ

ટીવી પરદા પર ૧૯૯૯માં લૈલા નામના શોથી એન્‍ટ્રી કરનારી અભિનેત્રી સાક્ષી તનવરને એ પછી ૨૦૦૦માં કહાની ઘર ઘર કી શોમાં પાર્વતીનો રોલ મળ્‍યો હતો. સતત આઠ વર્ષ સુધી ટીવી પરદે રાજ કરનારા આ શોના કારણે સાક્ષી ઘર ઘરમાં જાણી બની હતી. એ પછી તેણે કુટુંબ, દેવી, ક્રાઇમ પેટ્રોલ, બાલિકા વધુ, બડે અચ્‍છે લગતે હૈ, કોડ રેડ, સહિતના શો કર્યા છે. બોલીવૂડમાં તેણે ઓ રે મનવા, સી કંપની, દંગલ, ડાયલ હન્‍ડ્રેડ, માઇ સહિતના શો કર્યા છે.  કહાની ઘર ઘર કી તેર વર્ષ બાદ ફરીથી સ્‍ટાર પ્‍લસ પર શરૂ થઇ રહ્યો છે. ત્‍યારે સાક્ષીએ કહ્યું હતું કે આ શોએ લોકો માટે એક સિમાચિホ બનાવ્‍યું છે. ટીવી પર સાસુ-વહૂના ટ્રેન્‍ડને શરૂ કરવામાં આ સિરીયલ મહત્‍વની બની હતી. સાક્ષી કહે છે આજે પણ લોકો આ શો જોવે છે એ ટીવી કલાકારો અને દર્શકો વચ્‍ચેનો અનોખો સંબંધ દર્શાવે છે. ટીવી પર આ શો ફરી આવી રહ્યો હોવાથી હું ખુબ જ ખુશ છું.

(11:04 am IST)