ફિલ્મ જગત
News of Thursday, 10th September 2020

શહેનાઝ ગીલે વજન ઘટાડી બદલ્યો દેખાવ

બિગ બોસ-૧૩માં ભાગ લઇને નામના મેળવી ચુકેલી શહેનાઝ ગીલના સોશિયલ મિડીયા પર જબરદસ્ત ચાહકો છે. તે સતત અહિ એકટીવ રહીને ચાહકો માટે પોતાની તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે.  તાજેતરમાં તેણે કેટલીક તસ્વીરો મુકી હતી. જે જોઇને બધા ચોંકી ગયા હતાં. શહેનાઝે પોતાના દેખાવમાં જોરદાર બદલાવ કર્યો છે. બિગ બોસના ઘરમાં ચાહકોએ જે શહેનાઝને જોઇ હતી તેનાથી અલગ જ શહેનાઝ જોવા મળી રહી છે. તેણે ખુબ મહેનત કરીને પોતાનું વજન ખુબ ઘટાડી લીધું છે. આ કારણે તેના દેખાવમાં પણ ફરક પડી ગયો છે. તેણે જો કે ફિટનેસ કે વર્કઆઉટના એકપણ વિડીયો કે ફોટો પોસ્ટ કર્યા નહોતાં. અચાનક તેની બોડીમાં આવેલી ફિટનેસ જોઇને લોકો દંગ રહી ગયા છે. શહેનાઝે તાજી મુકેલી તસ્વીરોમાં તે અત્યંત ખુબસુરત દેખાઇ રહી છે. ચાહકો સતત તેના વખાણ કરી રહ્યા છે. શહેનાઝ પંજાબની કેટરીના તરીકે પણ ઓળખાય છે. બિગ બોસ પછી તેના ચાહકો ખુબ વધ્યા છે. સિધ્ધાર્થ શુકલા સાથે તેની જોડી ખુબ ચર્ચામાં રહી હતી. બંનેએ બિગબોસમાંથી બહાર આવી મ્યુઝિક વિડીયો પણ સાથે કર્યા હતાં. જે સફળ રહ્યા છે.

(9:44 am IST)