ફિલ્મ જગત
News of Thursday, 10th September 2020

પડકારજનક રોલ ગમે છેઃ રામ કપૂર

ટીવી અને ફિલ્મોમાં કામ કરી ચુકેલા અને અસંખ્ય ચાહકવર્ગ ધરાવતાં અભિનેતા રામ કપૂર હાલમાં ડિજીટલ પ્લેટફોર્મ પર જોવા મળે છે. તાજેતરમાં તેણે અભય-૨માં નેગેટીવ પાત્ર ભજવ્યું છે, જે દર્શકોને ખુબ ગમ્યું છે. હવે અભયની ત્રીજી સિરીઝની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. રામ કપૂર હવે પછી 'એ-સુટેબલ બોય'માં પણ ખાસ રોલમાં જોવા મળશે. રામ કપૂર કહે છે મને પડકારજનક રોલ કરવા ગમે છે. શરૂઆતમાં મેં ખુબ સંઘર્ષ કર્યો હતો. એ પછી ટીવી ઇન્ડસ્ટ્રીમાં નામ કમાવવામાં મને સફળતા મળી હતી. ત્યારપછી મેં વધુ કામને બદલે સારા કામને મહત્વ આપવાનું શરૂ કર્યુ હતું. આજે હું પડકારજનક રોલ માટે અને નવું કંઇક કરવા માટે વેબ સિરીઝ કરી રહ્યો છું. ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક દસકા સુધી કામ કર્યા પછી મેં ઘણું મેળવ્યું છે. પ્રગતિ, સફળતા અને પ્રસિધ્ધી આ બધુ મળે છે. પરંતુ સમય ખરાબ આવે ત્યારે બધુ કપરૂ થઇ જતું હોય છે. તમે જો નક્કર ન રહો તો ખરાબ સમયમાં ટકી શકતા નથી. અજવાળુ મેળવવા અંધારામાંથી પસાર થવું પડે છે.

(9:44 am IST)